From :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
- : જય - હો : -
જનની જન્મ - ભુમીશ્ચ
સ્વર્ગાદપિ ગરીયસી
જય શ્રી ક્રુષ્ણ , જય જીનેંદ્ર , જય શ્રી સ્વામીનારાયણ , જય માતાજી , જય માતાદી, આદાબ , આદાબ – અર્જ ., હાય , હલ્લો , ગુડ મોર્નિંગ , નમસ્તે અનેક પર્યાયો અભિવાદન માટે છે - આ પર્યાયો પરંપરાગત છે - જે સન્માન સૂચક સૌજન્યતા દર્શક પર્યાયો છે -, આ ઉપરાત વંદે માતરમ , જય હિંદ , ભારત માતાકી જય ,ઇંકીલાબ ઝીંદાબાદ .વિ.વિ. જેવા નારાઓ પણ છે જે જે સભાઓમા જોમ અને જુસ્સો ફેલાવવા માટે છે , તો , યુદ્ધ સમયે હર હર મહાદેવ , અલા હો અકબર --- વિ.વિ. જેવા નારાઓ પણ જુસ્સા માટે લગાવાતા હતા - તેના માટે કોઇ કાનુની બધન નથી , બોલવાની કોઇ સજા નથી , નહીં બોલવાની પણ કોઇ સજા નથી ,- કાનુન ના બધન સિવાયનો એ એક મુક્ત અધીકાર છે જે ગમે તે નાગરિક ગમે ત્યારે ગમે તેની સાથે વાપરી શકે છે. આપણા શાસ્ત્રોએ પણ અભિવાદન અને સૌજન્યતા ના અલિખિત સિદ્ધાત આપેલા જ છે જેમા દેવોની પુજા અર્ચના , અભિવાદન પણ આવી જાય છે અને એક શાસ્ત્રોક્ત વિધાન પણ આપેલ છે જેમા સ્વર્ગ અને દેવ દેવીઓ કરતા પણ માતા અને જન્મભુમીને મહાન ગણાવેલ છે અને તેમના માટે યોગ્ય આદર અને સન્માન પુર્વકનુ અભીવાદન એ એક નૈતિક ફરજ પણ છે જે એવી ફરજ છે કે કાનૂન માન્ય ફરજ તરીકે પણ પરીવર્તીત બની શકે છે. કોઇ પણ વ્યક્તિ માતા કે જન્મભુમી માટે અજુગતા શબ્દ પ્રયોગ જાહેર્મા કરી શકે નહીં. અને ધારો કે ભુલથી અથવા જીભ થોથવાઇ જવાથી -જેને કદાચ “ સ્લીપ ઓફ ટંગ “ કહેવાય - તે રીતે થાય તો તેને અપ્રસ્તુત પ્રચાર માધ્યમ મા ફેરવાય નહીં કે એ મુદ્દાને વિવાદાસ્પદ મુદ્દો બનાવિને ઉછાળાય પણ નહીં .
ભારત માતાની જય એ એક પવિત્ર સુત્ર છે -એ કદાચ માની શકાય કે તે સુત્ર બોલવાની કોઇને ફરજ ના પાડી શકાય - પણ સાથે સાથે આ સુત્ર સાથે અપમાનિત ચેડા પણ ના થઇ શકે કે જેનાથી રાષ્ટ્રીય ભાવનાને ઠેશ પહોચે , કોઇનુ દિલ દુભાય રાષ્ટ્રીયતાને હાની પહોચે ,પ્રજામા ઉશ્કેરાટ વધે - પ્રજામા એક પ્રકારના વિદ્રોહની વાસ આવે , રાષ્ટ્રદ્રોહ ની શંકા જન્મે - અને જો આવુ થતુ જણાય તો અવશ્ય કાનુન તેના હાથ લાબા કરી શકે છે -દરેક દેશના નાગરીકને તેમના દેશ પ્રત્યે આદર હોય જ - હોવો જ જોઇએ-અને તે આદર તે યોગ્ય રીતે રજુ પણ કરી શકે છે - જય બોલાવીને , સેલ્યુટ કરીને , સલામી આપીને , રાષ્ટ્રાગીત દ્વારા , જય જય કાર કરીને કે ગમે તે યોગ્ય માધ્યમથીતે પોતાનો આદર અને સલામી આપી શકે છે - જો કે જય જય કાર કોઇ ના કરી
શકે , અથવા તેની કોઇ અક્ષમતા હોય તો તે ગુનો નથી - પણ જાણી બુઝીને વિપરીત સુત્રોચ્ચાર કરવા કે માન્ય સુત્રોચ્ચાર વિરુદ્ધ ટીપ્પણી કરવી તે ચલાવી શકાય નહીં અને તેની પાછળનો હેતુ પણ ચકાશવો પડે - જે ધરતી પર તમે જન્મ્યા છો , જે ધરતી તમોને પાળે પોષે છે , જ્યા તમે રહો છો તે ધરતી પર તમારુ કોઇ ઋણ છે કે નહીં ? માનો કે તમે જય જય કાર નથી કરી શકતા , પણ તેને અપમાનીત કેવી રીતે કરી શકો ? અરે એટલુ તો વિચારો : જે દેશે તમોને રહેઠાણ આપ્યુ , માન આપ્યુ, મોભો આપ્યો ,પદ આપ્યુ , અરે સરવોચ્ચ પદ પણ આપ્યુ : કોઇ પણ નાત જાત , ધર્મ જાતિ નજરમા લીધા સિવાય : તેના માટે ઘસાતા શબ્દો બોલવા તે કેટલુ યોગ્ય છે ? જે માએ તમોને ઉછેરીને મોટા કર્યા , ન્માન પાન ખાન મોભો આપ્યા તે જ માની પીઠમા ખજર ખોસવાનુ ? તેને હડધુત અને અપમાનીત કરવાની ? અને મિડિઆ તેને ચટાકેદાર મસાલા તરીકે રજુ કરે અને ખુણે ખાચરે તેની આલોચના થાય ? આવા સમયે એમ નથી લાગતુ કે આતરીક વહીવટી કટોકટી જરુરી છે ? યાદ કરો એ જમાનો 1977 - કટોકટીનો - હા હો મચી ગયેલી – કારણ ગમે તે હતુ – ભુલી જાવ તે બાબત- પણ એક બાબત તો ના જ ભુલાય કે તે કટોકતીના સમય દરમીયાન મિડિયા કાબુમા હતુ એ તો ઠીક - તમામ વહીવટી ક્ષેત્રે શિસ્ત પાલન ની એક ભયાનક બીક હતી - કચેરીઓ સમયસર ચાલુથતી- રેલવે મા ગાડીઓ સમયસર દોડતી -
ભય બીન પ્રીત નહીં -------
-------માનો કે બધારણે મુળભુત અધીકાર તરીકે વાણી સ્વાતંત્ર્ય , અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય અને તેના જેવા બીજા અનેક મુળભુત અધીકારો આપ્યા છે - પણ તેનો દુરુપયોગ રોકવાના હથીયર પણ આપેલા જ છે -આ હથીયારનો પણ ઉપયોગ કરવો જ પડે - વાત વાત મા હડતાલો , આદોલનો,, રેલીઓ , : અને વાણી વિલાસ તો એક શોખ બનિ ગયો છે - અમે સરસ બોલી શકીયે છિયે તે દર્શાવવા કે મિડિયામા ચમકવા ગમે તેવુ બોલવુ ?
તમારી વાણીને અધિક્રુત સભાગ્રુહોમા રેલાવો , વિધાનગ્રુહોને તેનો લાભ આપો - શામાટે પ્રજાને ઉશ્કેરો છો ?
આ તબક્કે એક બીજી પણ અગત્યની વાત કહેવી પડે -આ બાબતને આટલી બહોળી પ્રસિધ્ધી કેવી રીતે મળી ? શા માટે આ મુદ્દાને આટલો ઉછાલાય છે ? તેનો જોર શોરથી પ્રચાર થાય છે - ? પ્રસાર માધ્યમ , પ્રચાર માધ્યમ , મિડિયા - આ દરેકે પ ણ આ વિવાદને વકરતો અટકાવવામા ફાળો આપવોજ પડે - વાણી સ્વાતંત્ર્ય ,કે અભિવ્યક્તિના સ્વાતંત્ર્યને ભોગવી શકાય - તેનો દુરુપયોગ ના કરાય - ઉશ્કેરાટભર્યા સમાચારો ફેલાવવાથી કે તેનો જોરશોરથી પ્રચાર કરવાથી અરાજકતાનુ વાતાવરણ ફેલાતુ હોય , તો કાનુન તેનુ કામ કરી શકે છે મિડીયા પર અકુશ તે આવકાર્ય તો નથી પણ જો દુરુપયોગ થતો હોય તો તે જરુરી પણ બને જ છે.- મિડિયા એ વિવાદો ટાળવાનુ કામ કરવુ જોઇયે અને નહીં કે વિવાદો વકરવાનુ કે વકરાવવાનુ કામ અરવુ જોઇયે - મુળભુત અધીકારોના ઉપયોગ સામે લાલ બત્તી છે જ અને રાખી શકાય - દાખવી પણ શકાય- જે દેશમા આપણે રહીયે છિયે તે દેશ પ્રત્યે આપણી વફાદારી અકબધ હોવી જ જોઇયે .- દરેક દેશનો દરેક નાગરિક, તેના દેશ પ્રત્યે વફાદાર હોવો જ જોઇયે , તેની માતૂભુમી માટે તેની વફાદારી હોવી જ જોઇયે , ,આપણે બિનસામ્પ્રદાયિકતા સ્વીકારી છે - તેનો અર્થ એવો નથી કે કોઇ આપણી પીઠમા ગમે ત્યારે ખજર મારી શકે – આપણી ધર્મ ભાવનાને ઉશ્કેરી શકે , રાષ્ટ્રવાદ્ ને અપમાનીત કરે .આપણે બધારણને સર્વોચ્ચ માન્યુ છે ,:બધારણની જોગવાઇઓ સ્વીકારી છે -સર્વ ધર્મને સમાનતા પણ આપી છે -સ્વીકારી છે અને કોઇનેપણ કે કોઇના પણ ધર્મ પ્રત્યે આપણે હીણ ભાવ નથી રાખ્યો - પણ બંધારણ દેશને વફાદાર છે - માતૂભુમીને વફાદાર છે - ભારતમાતાનુ તે પહેલુ સતાન છે - તે સતાન માતાનો આદર જ કરે છે તે સૌને અભિભુત થવુ જ જોઇયે
કાનુનના રક્ષકો , શાસકો અને પ્રશાસન પણ તે ભુલી શકે નહીં .
પ્રશાસન અને શાસકોની તે પહેલી ફરજ છે કે દેશના સ્વાભીમાનની રક્ષા કરવી, વિવાદો ટાળવા , વકરેલા વિવાદો ટાઢા પાડવા, જરુરી અકુશો મુકવા, દરેક નાગરીકમા સ્વાભીમાનની ભાવના કેળવવી , પક્ષીય ધોરણે નહીં પણ રાષ્ટ્રીય ધોરણે વિચારસરણી રજુ કરવી – માત્ર સતા માટે જ પક્ષીય ધોરણોનો દુરુપયોગ ટાળવો જ પડે–
નમસ્તે , જય હીંદ , વંદે માતરમ , ખુદા હાફીઝ , ભારત માતાકી જય , વિ.વિ. જેવા ઉચ્ચારણો સન્માન સૂચક ઉચ્ચારણો છે તેનુ વિપરિત અર્થ ઘટન ના કરાય કે અવળે ત્રાજવે પણ ના તોલાય -.
ગુણવંત પરીખ
14-4-16
No comments:
Post a Comment